મારા વિષે (About)
હું વરિષ્ઠ નાગરિક ( Sr. Citizan ) છું અને 71 ઉંમર છે.બી.એ.,એલ એલ બી. સુધીનો અભ્યાસ કર્યો છે વિધુર છું મારા પત્ની 10 વર્ષ પહેલાં કેંસરની બીમારીથી મૃત્યુ પામ્યા છે અને લગભગ તે જ સમયથી એકલા રહેવાની આદત કેળવી છે.
બે પૂત્રીઓ અને એક પુત્ર પણ છે બધા તેમના સંસારમાં સેટ થઈ ગયા છે અને સુખી છે
હું પણ નિવૃત બેંક મનેજર છું મારી પત્નીના મૃત્યુ બાદ રાંધતા પણ શીખ્યો અને મારા માટે જમવાનું પણ હું જ બનાવું છું અને મારા સંતાનો અને મિત્રોને અવાર-નવાર જમવા પણ નોતરું છું મારી એક દીકરી અને જમાઈ કોમ્પ્યુટર એંજીનીયર છે અને હાલમાં યુએસએ છે.હું પણ ત્યાં જઈ આવ્યો છું અને ત્યારે જ મારી દીકરીએ મને કાન પક્ડી કોમ્પ્યુટર વાપરતા ધરાર શિખ્વ્યુ અને પરિણામે આજે મારો ઘણો સમય તેના થકી પસાર કરી રહ્યો છું આજે આ બ્લોગ પણ તેનું જ પરિણામ છે.
હું ક્યારેય કોઈ પણ પ્રકારનું ટાઈપીંગ શિખ્યો નહિ હતો પણ ગુજરાતીમાં બ્લોગ શરુ થતા હું ગુજરાતી ટાઈપ પણ શીખી ગયો અને વિવિધ વિષય ઉપરના મારાં વિચારો મૂકવા લાગ્યો છું. હું જામનગર ગુજરાતમાં જન્મયો અને મોટો થયો ભણ્યો પણ બેંકની નોકરીને કારણે અન્ય સ્થળે પણ બદ્લીઓને કારણે જવાનું થતા ખૂબ જ ફર્યો પણ છું અને હાલમાં જામનગરમાં જ મારું નિવૃત જીવન વીતાવી રહ્યો છું.
આમ તો મારાં સ્કૂલના દિવસોથી જ વાંચવાનો શોખ ધરાવું છું તમામ વિષયો વિષે વાંચવાનું પસંદ છે.અને જે વાંચ્યુ હોઈ તેના ઉપર વિચારવાનું-અર્થાત્ ઢંવ્ધ કરી નવું વિચારવાનું ગમે છે.ચીલા-ચાલુ અર્થ સ્વીકારવાનુ ઘણીવાર મન થતું નથી.અને તેથી મારી રીતે વિચારી તર્ક્-બધ નવી રીતે વિચારવાનું બનતું હોઈ મારાં મત સાથે કે મેં તારવેલા અર્થ સાથે કોણ સહમત થાય છે તે જાણવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.
WORDPRESSસે ગુજ્રરાતી બ્લોગ બનાવી વિચારોના આદાન-પ્રદાન માટે આ સુંદર વ્યવસ્થા ઉભી કરી છે તેનો લાભ લઈ મેં પણ મારો બ્લોગ બનાવી અન્યોના વિચારો જાણવા જુદા જુદા વિષયો ઉપર મારાં વિચારો પ્રસિધ્ધ કર્યા છે. મેં બ્લોગ ઉપર મારાં વિચારો આપ સૌના મત/ અભિપ્રાય /પ્રતિભાવ માટે પ્રસિધ્ધ કર્યા છે.
હું વાંચવાનો શોખ ધરાવું છું પરંતુ હું ,મેં કોઈ વેદ-ઊપનિષદ કે પુરાણો વાંચ્યા હોવાનો દાવો કરતો નથી. માત્ર મેં જે કોઈ પુસ્તકો વાંચ્યા છે અને મારાં ચિત્તમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા તેના ઉપર વિચાર કરતા મને જે જવાબો મળ્યા તે જણાવ્યા છે એટ્લે મારાં વિચારો સાથે ઘણા સહમત ના પણ થઈ શકે તેમ બનવાની શક્યતાઓ રહેલી છે.
ઉપરાંત હું કોઈ સાહિત્યકાર કે લેખક પણ નથી અને એટ્લે શક્ય છે કે મારો બ્લોગ વાચનારને કદાચ મારી ભાષા અને શૈલી તેમના જેવી -સાહિત્યકાર કે લેખક જેવી-સમૃધ્ધ ના પણ લાગે. આ તો એક સામાન્ય વાચકનો બલોગ છે અને તેના વિચારો પોતાની સરળ અને સાદી ભાષામાં રજૂ કરવાનો પ્રયાસ માત્ર છે તે સતત યાદ રાખવા વિનંતિ છે. મારા બ્લોગની મુલાકાત બાદ શક્ય છે આપના વિચારો મારા વિચારોથી વિરૂધ્ધ પણ હોઈ શકે તો તેનું પણ સ્વાગત છે કારણ તે મારાં જ્ઞાનમાં ચોક્કસ પણે વધારો કરશે. આપ આપના વિચારો ગુજરાતી કે ENGLISH માં રજુ કરશો તો પણ આવકાર્ય છે.
February 9, 2010 at 9:47 pm |
તમારા બ્લોગની પહેલીવાર મુલકાત લીધી યુવાધન જાગો લેખ ખુબ ગમ્યો હું માટુંગા ગુજરાતી સેવા મંડળ નો પ્રમુખ છું અમારા ૧૬૦૦ ગુજરાતી મેમ્બરો છે તે દરેકને તમારો લેખ મોકલાવેલ છે બીજા આપણા લેખો હોય તો મને E MAIL થી જણાવશો માહિતી મોકલવા વિનંતી આભાર
February 8, 2010 at 6:26 am |
આદરણીય શ્રી અરવિંદભાઈ
નમસ્કાર,
આપના બ્લોગપર ‘પરિચય’ વાંચ્યો. -
મેં આયુર્વેદ યુનિ. -ધન્વન્તરી મંદીર’- ૧૯૭૩ થી ૭૮ સુધી B.S.A.M. કર્યું છે.
છેલ્લા ત્રીસેક વર્ષ રાજકોટંમાં ક્લિનીક ચલાવ્યું.બન્ને દિકરાઓ+વહુ દિકરીઓ કેલિફોર્નીઆ-અમેરિકા સ્થાયી થયા છે.”અમે બન્ને” ૬ મહિના એમની પાસે અમેરિકા અને ૬ મહિના રાજકોટ-પરિવારસાથે રહીએ છીએ.
અત્યારે અમેરિકા છીએ,આપની જેમ જ મારો ય મોટાભાગનો સમય નૅટ પર પસાર થાય છે.
મારો ગુજરાતી ગઝલો લખવા અને પ્રકાશીત કરવાનો શોખ , અત્યારે મારા બ્લોગ
૧- http://www.navesar.wordpress.com – મારો ત્રીજો ગઝલસંગ્રહ છે જે મેં ઈન્ટરનેટ પર પ્રકાશીત કર્યો.
૨- http://www.drmahesh.rawal.us – જેમાં મારી અત્યારે નવી લખાતી ગઝલો મૂકું છું
એમાં જ SHABDASWAR લખ્યું છે ત્યાં ક્લિક કરવાથી મારી કેટ્લીક ગઝલો આપ મારા જ અવાજ્માં સાંભળી શક્શો.
આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો.
તબીયત સાચવશો.
મળતા રહેશું,-આવજો……
February 9, 2010 at 10:01 am |
ભાઈશ્રી ધર્મેશ
આપ જામનગરમાં અભ્યાસ કરી ડૉક્ટર થયા છો તે જાણી આનંદ થયો ! ઉપરાંત આપના વ્યવસાય સાથે ગુજરાતી સાહિત્યનો પણ અને તેમાંય કાવ્યો અને ગઝલોનો શોખ છે અને તમો પોતે પણ લખો છો તે જાણી વિશેષ આનંદ અને આશ્ચર્ય પણ થયું ! ખૂબ જ સરસ ! આપના બ્લોગની અનુકૂળતાએ જરૂર મુલાકાત લઈશ અને પ્રતિભાવો પણ જણાવીશ ! હુ& તો અહીં જામનગરમાં જ સ્થાયી થયેલો છું તો જ્યારે પણ રાજકોટ આવો અને જામ્નગર આવવાનું થાય તો અવશ્ય મળવાનું રાખશો મને ખૂબ જ આનંદ થશે ! આવજો ! મળતા રહીશું !
સ-સ્નેહ
અરવિંદ
February 10, 2010 at 3:23 am |
If we-Indians were as good as we clim to be,then can someone please tell me how come India is so-corrupt..!!
Therefore my CONCLUSION is that we-Indians THINK that we were GOOD,but REALLY WE were or are not only like INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS;but also WE were or are LOWER than THEM..!!
Think about that for a moment..!!
rkpatel,
wn,nz.
February 6, 2010 at 7:54 am |
dear arvindbhai. jai shri krishana. i like your blog so much. every day on my facebook and orkut i m copying yours thoughts and i m gettin postive reply on that from my friends. now i am visitin your blog daily and doing awareness of gujarati language and shaitya.
thank you so much
regards
parth
February 6, 2010 at 9:46 am |
ભાઈશ્રી પાર્થ
આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને વિચારો ગમ્યા તેવા પ્રતિભાવ જાણી આનંદ થયો ! ફરીને અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવતા રશેશો તો મને ખૂબ જ ગમશે ! આભાર ! ચાલો આવજો ! મળતા રહીશું !
સ-સ્નેહ
અરવિંદ
February 6, 2010 at 6:18 pm |
I BELIEVE that ALL-KNOWLEDGE is PUNY or TINY,let alone the KNOWLEDGE OF GUJARATI-LANGUAGE in COPARISION to the KNOWLEDGE of GOD,WHOM WE-INDIANS have had KNOWN for AGES as BHAGAVAN PARAMAATMAN..!!
And therefore I BELIEVE that if WE-HUMANS DID NOT KNOW GOD or BHAGAVAN,than WE were or are SAME AS INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS..!!
And that if WE-HUMANS DID NOT WANT TO KNOW GOD
or BHAGAVAN PARAMAATMAN then WE-HUMANS were not only like INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS;but also WE-SO-CALLED-HUMANS were even LOWER than THEM..!!
Think about that for a moment..!!
rkpatel,
wn,nz.
February 9, 2010 at 10:02 am |
શ્રી આરકેપટેલ
આભાર ! આપની મુલાકાત માટે !
સ-સ્નેહ
અરવિંદ
January 24, 2010 at 3:40 am |
આદરણીય શ્રી અરવિંદભાઇ,
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો તે બદલ આભાર સાથે વંદન.
આગળ પર મુલકાત લેજો અને જરૂર લાગે ત્યાં સુચનો આપી પ્રોત્સાહિત કરજો.
આવજો ,બ્લોગ ફરી મળતા રહીશું.
January 24, 2010 at 9:13 am |
ભાઈશ્રી રુપેન
આભાર ! અવાર-નવાર બ્લોગની અરસ-પરસ મુલાકાત લેતા રહીશું અને વિચારોની આપ-લે કરતા રહીશું બરાબર ? ચાલો આવજો !
સ-સ્નેહ
અરવિંદ
January 8, 2010 at 7:05 am |
મુરબ્બી અરવિંદભાઇ,
જય શ્રી કૃષ્ણ.જય જલારામ
અમારા બ્લોગ પર પ્રતિભાવ મોકલ્યા બાદ અને તમારા બ્લોગની જાણ થતાં આપશ્રીના બ્લોગ ઉપર ગયો અને આપનો પરિચય અને આટલી ઉઁમરે પહોંચ્યા પછી પણ એક લગન અને તળવળાટ જાણીને એક અનોખી પ્રેરણા મળી.
આપશ્રીને અમારા વંદન…..
પ્રફુલ ઠાર
January 12, 2010 at 2:17 pm |
ભાઈશ્રી પ્રફુલ
આપે મારા બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપને મારી લગન અને તરવરાટ ગમ્યા એ માટે ખૂબ ખૂબ આભાર ! મારાં જેવા એકલા માટે તો મારી દ્રશ્ટીએ ખૂબજ સુંદર પ્રવૃતિ છે પોતાના વિચારો વ્યકત કરવા અને નીજાનંદ માણવા માટે ! ચાલો આવજો ! મળતા રહીશું !
સ-સ્નેહ
અરવિંદ
January 1, 2010 at 5:10 pm |
http.arvindadalja.wordpress.com
સ્વજન, એક નાનકડો સુધારો મોકલું છું. આપના બ્લોગની લીન્ક નીચે પ્રમાણે છે.
http://arvindadalja.wordpress.com/
December 19, 2009 at 4:38 pm |
Dear arvind bhai, today i have read your comments and i got so impress by reading this. i have visited this blog first time will read it daily
Regards,
Labdhi
December 19, 2009 at 5:28 pm |
ભાઈશ્રી ગૌતમ
આપ મારાં બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો ! આવજો ! મળતા રહીશું !
સ-સ્નેહ
અરવિંદ
December 17, 2009 at 3:18 pm |
જય શ્રી કૃષ્ણ દાદા,
મેં સમય ના અભાવે વધારે નહિ પણ ખાલી ઉપર ની બે ચાર વાત વાંચી… મેં હજી હમણાજ મારો બ્લોગ શરુ કર્યો છે.. ને સમય ના અભાવે હું વધારે પોસ્ટ કરી શકતો નથી. પણ તમારા જેવા વડીલો ને જોઈ મારો જુસ્સો દિવસે દિવસે બુલંદ થતો જાય છે.
હજી મારી ઉમર ૨૪ વર્ષનીજ છે ને પ્રેરણા માટે તમારા જેવા વડીલો ના આશીર્વાદ ની જરૂર છે..
મારા બ્લોગ ની પણ મુલાકાત લેશો ને મને કૈક સુચન આપી શકો તો આપનો આભારી થઈશ.
vimeshpandya.wordpress.com
December 19, 2009 at 5:21 pm |
ભાઈ શ્રી વિમેશ
આપ મારાં બ્લોગ ઉપર આવ્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપના બ્લોગની મુલાકાત અનુકૂળતાએ અવશ્ય લઈશ અને આપને પ્રતિભાવ પણ જણાવીશ. ચાલો આવજો ! મળતા રહીશું !
સ્-સ્નેહ
અરવિદ
December 1, 2009 at 8:41 pm |
Hi,
Very Interesting blog…
Keep it….
Divyesh
http://www.krutarth.com
http://guj.krutarth.com
http://eng.krutarth.com
http://dreams.krutarth.com
November 6, 2009 at 8:31 am |
સ્નેહિ શ્રી અરવિંદભાઈ,
૨, ઓક્ટોબર ૨૦૦૮ ના રોજ મેં પણ મારો બ્લોગ બનાવ્યો… બાકિની વિગત http://bhajman-vartalap.blogspot.com/ અહિંથી જોવા મળશે.
રીડ ગુજરાતી પરની કોમેંટ્સ વાંચતાં નોંધ્યું કે ઘણા વાચકો છુટથી સ્વાભિપ્રાય આપે છે. પરન્તુ વિચરોનુ આદાનપ્રદાન મુક્ત રિતે કરવા માટેની એ સાઇટ નથી.
આથી મારા બ્લોગ પર ચર્ચા, વાર્તાલાપ , સંવાદ, પરિસંવાદ માટે સહુને open invitation છે.
મારી વાર્તાઓને પણ મુકવાનુ વિચાર્યું છે. આમ તો આશરે ૧૮ વર્ષથી કોમ્પુટર વાપરું છું. પણ ગુજરાતી type કરવાનો મહાવરો બિલકુલ નથી.
ક્રુપા કરી આપ મને મારા ઈમેલ bhajman@yahoo.com અથવા bsnanavaty@gmail.com જવાબ આપશો તો અભારી થઈશ.
આપનો
ભજમન નાણાવટી
November 6, 2009 at 9:08 am |
ભાઈશ્રી ભજમન
આપે મારા બ્લોગની મુલાકાત લીધી જાણી ખૂબજ આનંદ થયો. આપ તો 18 વર્ષ થયા કોમ્પયુટર વાપરો છો જેથી આપને ગુજરાતી ટાઈપ ઝડપથી ફાવી જ જશે જે નિઃશંક છે. જો મારા જેવા કે જેને માટે કોમ્પ્યુટર તો ખરું જ સાથે ટાઈપ પણ અંગ્રેજી કે ગુજરાતીની જાણકારી કપણ નહિ હતી તે ધીમે ધીમે શીખાય ગયું તો તમને કોઈ તકલીફ નથી જ પડવાની. આપની વાત સાચી છે રીડ ગુજરાતી ઉપર વિચારોના આદાન પ્રદાન માટે કોઈ અવકાશ નથી. તેમ છતાં સાઈટ ખૂબ જ સુંદર છે અને ભાઈ મૃગેશ તેનું સંચાલન પણ સુંદર રીતે અને નિષ્ઠા પૂરવક કરી રહ્યા છે. આ ઉપરાંત એક ગુજરાતી નામની સાઈટ ભરત સુચક ચલાવે છે તે પણ ખૂબ જ સુંદર છે અને તેના ઉપર જુદા જુદા વિષયો ઉપર ચર્ચા કરવાનો અવકાશ પણ ઉપલબ્ધ છે. આપ તે સાઈટ ઉપર પણ પ્રયાસ કરશો. ચાલો ફરી આભાર ! આવજો ! મળતા રહીશું !
સ-સ્નેહ
અરવિંદ
November 3, 2009 at 2:16 pm |
great gesture vora sir,
plz. visit http://www.hardikyagnik.blogspot.com & give your view
Hardik
November 4, 2009 at 8:39 am |
ભાઈ હાર્દિક
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર. પ્રતિભાવ જણાવતા આપે મારાં માટે વોરા સર જેવુ ઉલ્લેખ કર્યો છે તે સમજાયું નહિ. મારું નામ અરવિદ અડાલજા છે અને બ્લોગ પણ એ જ નામનો છે. એવું તો નથી બન્યું ને કે કોઈ બીજા માટે લખેલ પ્રતિભાવ ભૂલથી મને મોક્લી આપ્યો હોય ! જરા ચકાસી લેશો ! આભાર આપના બ્લોગની મુલાકાત અનૂકુળતા એ જરૂર લઈશ !
સ-સ્નેહ
અરવિંદ
October 29, 2009 at 6:31 pm |
આદરણીય અરવીંદભાઈ, મોટી ઉમરે કોમ્પ્યુટર અને ટાયપીંગ શીખ્યા અને બ્લોગની શરુઆત થતાં આપના વીવીધ વીચારો બ્લોગ ઉપર મુક્યા એટલે આ કોમેન્ટ આપ અને જેમણે આના માટે પ્રોત્સાહન આપ્યું એ દીકરી માટે આ કોમેન્ટ લખી છે.
આપના ઘણાં વીચારો નીંગની ગુજરાતી સાઈટ ઉપર વાંચેલ છે. કોમ્પ્યુટર અને ઈન્ટર નેટની દુનીયા ખરેખર અજબ ગજબની છે.
આપના પરીચયમાં આપે લખેલ છે કે આપ કોઈ સાહીત્યકાર કે લેખક નથી. અરે ! અરવીંદભાઈ સાહીત્યના પ્રખર પંડીતો ભેગા થઈ જુએ તો તરત જ ખબર પડી જાય કે નરસીંહ મહેતા અને મીરાબાઈને વ્યાકરણ, જોડણી અને સાહીત્યની બીલ્કુલ ગતાગમ ન હતી. દાખલા તરીકે જાગને જાદવા, લેને લાકડી ને કામડી અને ઠેર ઠેર બાઈ મીરા કહે પ્રભુ ગીરીધર નાગર. આતો જેણે લખ્યું એ લેખક અને સાહીત્યકાર.
હું તો એથીએસ્ટ છું એટલે ભગવાન, ધર્મ, આસ્તા, પુજા, પ્રાર્થનાના વીરોધમાં જ્યાં અને જેવો મોકો મળે ત્યાં ઝાપટ મારું છું. નાથદ્વારાના નાથજીના ઝાપટીયાની જેમ. હટો અહીંથી – અમારા ઠાકોરને નજર લાગશે.
October 31, 2009 at 8:37 am |
ભાઈશ્રી વોરા
આપે મારાં બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપના તરફથી એક જ પ્રકારના બે પ્રતિભાવો મળેલા જેમાંથી એક મેં ડીલીટ કરેલ છે. આપ ફરી પણ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવતા રહેશો ! આભાર !
સ-સ્નેહ
અરવિંદ
July 20, 2009 at 6:38 am |
Very nice, uncle… just keep it up !!
It inspires us, too.
July 20, 2009 at 9:07 am |
હે પિંકી
આભાર બ્લોગની મુલાકાત માટે. કયા કયા લેખો વાંચ્યા અને તે વિષે પણ પ્રતિભાવો જણાવશો તો વધુ આનંદ થશે !
સ-સ્નેહ
અરવિંદ
July 19, 2009 at 7:40 am |
મારા બ્લોગ ની લીંક: http://mrugeshmodi.wordpress.com/
July 19, 2009 at 7:34 am |
આદરણીય શ્રી અરવિંદ ભાઇ,
મને તો જરા પણ આશા ન હતી કે મારા બ્લોગ નો આટ્લો જલ્દી કોઇ પ્રતીસાદ મળ્શે અને એ પણ તમારા જેવા વડીલ તરફથી. તમે મને સારુ એવુ પ્રોત્સાહન આપીને બ્લોગ આગળ વધાર્વાની પ્રેર્ણા પુરી પાડી છે.તે બદલ ખુબ ખુબ આભાર. આ તો ફ્ક્ત શરુઆત જ છે જે ઘણ્ી સારી થઇ છે. મારે ઘણુ બધુ લખ્વુ છે પણ ગુજરતી મા પહેલી વાર લખી રહ્યો હોવાથી ઘણ્ી તક્લીફ પ્ડી રહી છે છતા પણ પ્રયત્ન ચાલુ રહેશે.
તમારા બ્લોગની મુલાકાત લીધી. તમે બ્લોગ મા બહુ જ સારી રીતે બધી વાતે ને વણી છે. મને ખરેખર ગમ્યુ. આપનો બ્લોગ ખુબ આગળ વધે એવી પ્રભુ નેે પ્રાથના.
મારા બ્લોગની મુલાકાત કરી મારી ખામીઓ ને ઉજાગર કરશો તે ગમશે. આપ જેવા વડીલોનુ માર્ગદર્શન મળતુ રહે એ જ આશા રાખુ છુ.
ફરી એક વાર આપનો ખુબ ખુબ આભાર.
જય શ્રી કૃષણ…
July 14, 2009 at 10:13 am |
Dear Arvindbhai,
I just read your artical about woman, specially regarding Atmiya college and Swaminarayan Community, I really like someone’s honesty about this people. I am biggest critics of these people from the childhood as I born and brought up in a family where main religion is Swaminarayan and believe me or not I never go to their temple or anything. I do speak about these as I use to write and give lactures in Rajkot for some years. My mother oppose these people in a big event where She was chief guest and they ask her to come down becoz Some TV swami was coming and she did oppose in front of 2000 people and she did not left the stage and at the end “so called TV Swami” sit downstairs on first raw. I believe the reson of this critisisom of woman is happening everywhere in india and the only reason is that we etach our gals from the starting only that they have to compromise. We dont teach our girls to fight against wrong thing, woman are meant to be suffer in india, weahter they are some good businesswoman or CEO or housewife one or in other way they do suffer just becoz they are woman.
I still remember when I was a little girl and use to go to temple with my dad and mum the swami’s use to see me or any woman with soo much lust only, the only thing about woman in swaminarayan is lust…..and trust me i dont blaim them they are normal person they got feeling for woman but the basis of whole swaminarayan dharma is wrong, they also dont do pooja of mataji which shows hights of lust and cheapness.
its been so nice see your artical today and that just remind my old days in india, I will surely give comment on your artical as that thing kept my skills alive as well.
Cheers.
Sonu
July 6, 2009 at 9:20 pm |
અરવિંદભાઈ, નમસ્કાર..આપના બ્લોગની મુલાકાત લીધી પ્રથમ તો આપના વિષે વાંચ્યું..જે સરળતા સચ્ચાઈ આપના લખાણમાં દેખાય છે તે મૂલ્યવાન છે..મારી દૃષ્ટિએ પ્રત્યેક વ્યક્તીનું મૂલ્ય છે કેમ કે જીવનની ભેટ પરમાત્માએ આપણને આપી છે તે જ અણમોલ છે અને જીવન આપણને ઘણું શીખવે છે વળી આપણને જે અનુભવ થાય તે આપણએ અવશ્ય બીજા સાથે શેર કરવો જોઈએ જેથી અન્યને પણ લાભ મળે અને આપણને પણ પ્રોત્સાહન..આ રીતે વ્યકિત વ્યકિતનું ઘડતર થઈ શકે કોઈ એકાદ ગુરુ પર આધાર ના રાખવો પડે આવતી કાલે ગુરુપૂર્ણિમા છે…અત્યારે સાચા ગુરુઓ ક્યા હોય છે ?..પ્રવચન કરી શિષ્યો વધારી સંપત્તિ વધારી પૂંજીપતિ બની ભોગવિલાસમાં રાચતા રહે છે..ઉછીના ધર્મ જ્ઞાન અને સંસ્કૃતીના નામે તેની ક્રેડીટ લઈ તાગડધિન્ના કરે છે…હું આપના વિષે વાંચી ખુબ ભાવવિભોર થયો છું…અને પ્રેરણા પામ્યો છૂં આ મારું અંત;કરણ કહે છે…ફરી મુલાકત લઈ હું આપના બ્લોગ પર આવીશ તમે પણ મારા બ્લોગ પર આવજો તો તરત એકબીજાના વિચાર વામ્ચી સમજી શકાય…કહેવાતા સાહિત્યકારો કવિઓ પણ આપબડાઈ અને અહંકારથી ગંધાતા રહે છે…કવન સાથે જીવન અગત્યનું છે…મેં સાહિત્યના નામે પૈસા લઈ પોતાના અંગત સ્વાર્થ્મા વાપરી નાંખનારા અને પોતે જ પોતાને એવોર્ડ આપી મહાન કરનારા ઘણા જોયાં છે….
અરવિંદભાઈ આપ એકલા નથી આપનો પરિવાર આત્મા પરમાત્મા અને ને આખી સૃશ્ટિ આપણા માટે જ છે આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે અને ખુશ્બુ બ્લોગ દ્વારા ફેલાતી રહે તેવી શુભેચ્છા રસાથે વિરમું છું.
July 7, 2009 at 8:50 am |
શ્રી દિલિપભાઈ
આપે તો મારા ઉપર વખાણ કરી પુષ્પોનો વરસાદ વરસાવી દીધો. મેં તો માત્ર મારી જીવન તરફની દ્ર્ષ્ટિ અને બે જાતનું જીવન નહિ જીવવાની માત્ર વાત કરેલી છે. મેં મારું જીવન મારાં વિચારો પ્રમાણે જ જીવવાની ભરપૂર કોશિષ કરી છે અને હજુ પણ કરતો રહું છું. એક વાત તો બહુજ સ્પષ્ટ છે કે પોતાના વિચારો પ્રમાણે જીવનશૈલી જે જીવતા નથી હોતા અને માત્ર ઉપદેશ આપ્યા કરે છે તેના વ્યાખ્યાન કે પ્રવચનોનો કોઈ ચીંરજીવ પ્રભાવ પડતો નથી.ક્ષણિક આવેગમાં જેમ કોઈ સારા હીરોનું મુવી જોઈ સીનેમાની બહાર નીકળતા જ બધું ભૂલાય જાય છે તેવું જ આ વ્યાખ્યાન કે કથા-વાર્તા કે પ્રવચનો સાંભળી લોકોમાં થતું રહે છે. આપણાં દેશમાં છેલ્લા 20 વર્ષમાં ભાગવત કથા-રામાયણ -અને ગીતા ઉપરના વ્યાખ્યાનોનું સુનામી આવેલુ છે કે જે ને કારણે આ દેશના તમામ સામાન્ય નાગરિકો અને સત્તાધીશો સહિત ખરા અર્થમાં ધાર્મિક અને આધ્યાત્મિક બની જવા જોઈતા હતા પરંતુ થયું એ થી ઉલ્ટું આ સમય દરમિયાન લૂટ્ફાટ્-ખૂનામરકી-બળાત્કારો-ભેળસેળ અને કરચોરી-વ્યભિચાર વગેરે ખૂબ જ વધ્યા છે અને તેથી મને તો ઘણી વાર વિચાર આવે છે કે કથા-વાર્તા-વ્યાખ્યાન વગેરેની આ બીજી બાજુ તો નથી ને ? એક જ સીક્કાની બીજી બાજુની જેમ ! અર્થાત હું તો એવો અર્થ ઘટાવું છું કે લોકોને ક્ષણિક જેમ સીનેમા જોઈ પોતાની પીડા-વ્યથા ભૂલી જાય છે તેમ આવી કથા-વાર્તા સાંભળતી વખતે ક્ષણિક પોતાની પીડા કે વ્યથાનું વિસ્મરણ કરી સમય પસાર કરવા આવતા રહે છે. લોકો કથાકારની જીવનશૈલીથી અજાણ હોતા નથી તેની જાણ કથાકારોને કદાચ નહિ હોતી હોય ! પોતાના પ્રવચનો કે બોધ દાઈ વ્યાખ્યાનોની લોકોના માનસ ઉપર કેમ કોઈ અસર થતી નથી તેવું આત્મપરીક્ષણ આમાંના કોઈ કથાકારે કર્યું હોય તેવું જાણવામાં નથી. ટૂકમાં આ એક ગાડરિયો પ્રવાહ છે જેની અસરકારકતા માટે કોઈ ગંભીર હોતા નથી સૌ પોતપોતાના તાનમાં મસ્ત રહે છે. આચાર અને વિચાર એક સરખા ના થાય ત્યાં સુધી કોઈ પ્રવચનો કે વ્યાખ્યાનોની કોઈ અસર કોઈ ઉપર ક્યારેય ના જ થાય. અસ્તુ.
જવાબ લાંબો થયો નહિ ? ખેર ! ફરી મળીશું ! મળતા રહીશુ ! આપની વાત સાચી છે કે મળતા રહીએ તો જ એક બીજાના વિચારોનું આદાન-પ્રદાન થઈ શકે અને એક બીજાને સમજી શકાય.
ચાલો આવજો. ફરી એક વાર આભાર્
સ-સ્નેહ
અરવિંદ્
June 23, 2009 at 9:44 am |
aravindbhai khubaj sarase tamara gyan ane anubhav no labha mali rahiyo che
bahuja sarase mahiti ane samaj ne sudhro thai teva tamara lekho che
June 24, 2009 at 8:34 am |
ભાઈશ્રી ભરત
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને મારાં વિચારો ગમ્યાં તે જાણી આનંદ. આભાર અને ધન્યવાદ! આપને મારોં ગંદ્કી માટે કોણ જવાબદાર્ લેખ પણ ગમ્યો તે જાણી વિશેષ આનંદ તો આપે લખેલી કાવ્ય પંક્તિ વાંચી થયો. માર અન્ય વિષય ઉપરના વિચારો વિષે પણ આપના પ્રતિભાવો જરૂર જણાવતા રહેશો. ફરી ને એક વાર આભાર્
સ-સ્નેહ
અરવિંદ
June 21, 2009 at 10:02 am |
આદરણીય અરવિંદ ભાઇ.
આપના બ્લોગ પર આવી ને ખુબજ આનંદ થયો કારણ કે આપના બ્લોગ પર આવી એક નવો ઉત્સાહ જોવા મળ્યો. જુવાન દિકરા-દિકરીઓ જે નિરાશ થઇ જાય છે તેમણે અહિં જરૂર પધારવું જોઈએ.આ બ્લોગ એક શિક્ષક છે. નિવ્રુત્તિ માં પણ પ્રવ્રુત્તિ એજ આ બ્લોગ નો સાર છે.
આપની કમેન્ટ્સ બદલ આભાર.
June 22, 2009 at 8:31 am |
આભાર રઝિયાજી
આપે પણ મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને ગમ્યો તે જાણી આનંદ ! વળી પણ આપની અનૂકુળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવતા રહેશો.
સ-સ્નેહ
અરવિંદ
June 17, 2009 at 5:26 am |
આદરણીય શ્રી અરવિંદભાઇ,
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો તે બદલ આભાર સાથે વંદન.
હિરેન અંતાણી
June 17, 2009 at 9:23 am |
ભાઈશ્રી હીરેન
આભાર્ આપના પ્રતિભાવોની અપેક્ષા અને આતુરતા છે. જરૂર જણાવશો.
June 16, 2009 at 10:23 am |
તમારા બ્લોગ ની વીઝીટ કરી વાચવાની સરુઆત પછી કરીસ ,
આટલી ઊમરે પણ તમે બ્લોગ લખો છો જાણી આણદ થયો ,સામાન્ય રીતે નેટ ઉપર યુવાધન ફરતુ હોય છે..પણ આજે તમને અહિયા જોઈને ખુબ આણદ થયો…કેટલાય સિ.સિટઝન કેલ્ક્યુલેટર પણ વાપરતા ખચકાય છે જ્યારે તમો કોમ્યુટરનો સદૌપયોગ કરો છો…તમને મારા લાખ લાખ પ્રણામ
aapnuumreth.wordpress.com
June 12, 2009 at 9:41 am |
very good! Nice thhinking.
June 12, 2009 at 5:01 pm |
આભાર પ્રવીણ ભાઈ આપે મારા બ્લોગની મુલાકાત લીધી એ માટે મારા અન્ય વિષયો ઉપરના આપના પ્રતિભાવોની ઉત્સુકતા પૂર્વક રાહ જોઈશ જરૂર જણાવશો.
સ-સ્નેહ
અરવિંદ
June 8, 2009 at 9:55 am |
Arvindkaka,
I visited your blog…. its too good… We were not knowing till now that you are such a good writer.
Really nice to know that you are doing such a good & constructive work to society in your free time.
Please give me your email address.
Warm Regards,
TIKHI (That is what you use to tell me)
Jigna Mori
June 8, 2009 at 5:36 pm |
જીજ્ઞા
આભાર મારા બ્લોગની મુલાકત માટે. અન્ય વિષય ઉપરના વિચારો માટે તારા પ્રતિભાવોની રાહ જોઉં છું. આવજે.
સ-સ્નેહ
અરવિંદકાકા
May 31, 2009 at 10:06 pm |
શ્રી અરવિંદભાઇ,
હ્યુસ્ટનથી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ.
આપને મળેલ મા સરસ્વતીની કૃપાને કલમદ્વારા રજુ કરો છો તે માટે
ધન્યવાદ.કલમ અને કાગળનો સંબંધ સાચવે તે જ સાચો માનવ.સંસ્કાર તો
ગુજરાતીઓની ગળથુથીમાં છે.સાચવવા તે તમારા હાથમાં છે.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા
હ્યુસ્ટનના લેખક પરીવારના જય શ્રી કૃષ્ણ.
June 3, 2009 at 9:15 am |
શ્રી પ્રદીપ ભાઈ
આપે સમય ફાળવી મારા બ્લોગની મુલાકાત લીધી તે બદલ ખૂબ ખૂબ આભાર. વળી પણ આપની અનુકૂળતાએ મારાં અન્ય વિષયો ઉપરના વિચારો વાંચી આપના પ્રતિભાવો જણાવતા રહેશો તેવી અપેક્ષા રાખું છું. જે મને પ્રોત્સાહિત કરશે. ફરી એક વાર આભાર.
સ-સ્નેહ
અરવિંદ
May 26, 2009 at 10:58 am |
પુ. વડીલ શ્રી
આજે બહુ વખત પછી મારા બ્લોગ પર જઇ શક્યો અને તમારી મારા બ્લોગ ની મુલાકાત જોઇ
તમારો પ્રતિભાવ વાચી ખુબ જ આનન્દ થયો – જવેલરી ની શોપ હોવાથી છેલ્લા થોડા સમય થી બ્લોગ પર બેસાતુ ના હતુ – લખવાનુ બધુ ભેગુ થઇ ગયુ છે હવે જલ્દી થી લખાઇ જશે.
ફરી થી મલીશુ
જય શ્રી ક્રિશ્ના
May 26, 2009 at 4:01 am |
શ્રી અરવિંદકાકા,
આપે મારા બ્લોગની મુલાકાત લીધી તે બદલ ખુબ આભાર.
મેં પણ આપના ખુબ જ સારા બ્લોગની મુલાકાત લીધી છે.બહુ જ સારી રીતે
બધી વાતે ને વણી છે. મને ખરેખર ગમ્યુ.આપનો બ્લોગ દિનપ્રતીદિન આગળ
વધે એવી પ્રભુ પાસે પ્રાથના.
મારા બ્લોગની મુલાકાત કરી મારી ખામીઓ ને ઉજાગર કરશો તે ગમશે. આપ જેવા વડિલોના માર્ગદર્શન મળતા રહે એ જ આશા રાખુ છુ.
ફરી એક વાર આપનો ખુબ ખુબ આભાર.
નીશીત જોશી
http://nishitjoshi.wordpress.com
May 26, 2009 at 8:38 am |
ભાઈ શ્રી નિશિત
આભાર્ આપને મારો બ્લોગ પસંદ પડ્યો તે જાણી આનંદ અને અવાર નવાર મુલાકાત લેત રહેશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો. અભિનંદન અને આભાર્
આપનો
સ-સ્નેહ
અરવિંદ
May 25, 2009 at 10:47 am |
પરમ આદરણીય શ્રી અરવિંદ ભાઇ
અનાયસે જ તમારા બ્લોગ પર આવ્યો. સુંદર છે. મજા આવી.
do visit my web blog and web sites as under :
http://drsudhirshah.wordpress.com
http://www.shreenathjibhakti.org
http://www.zero2dot.org
regards,
Dr.Sudhir Shah na Vandan.
May 26, 2009 at 8:31 am |
ભાઈશ્રી સુધીર
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને ગમ્યો અને મજા આવી જાણી મને આનંદ થયો. આભાર. આપના બ્લોગની અવશ્ય મુલાકાત લઈશ અને આપને મારા પ્રતિભાવો પણ મોકલીશ. આપે મારા વિચારો વિષે પ્રતિભાવો મોકલ્યા હોત તો મને વધારે આનંદ થાત. ખેર ફરીને આપની અનૂકુળતાએ મુલાકાત લેવાનું રાખશો અને પ્રતિભાવો પણ જણાવશો. ફરીને આભાર.
આપનો
સ-સ્નેહ
અરવિંદ
May 23, 2009 at 5:33 am |
માનનીય શ્રીમાન અડાલજા,
તમારુ લેખનકાર્ય જોઇ આનંદ થયો. મને વાચવાનો શોખ. અને તમારા વિચારો વાચતા રહેવુ મને ગમશે. તમે મારા બ્લોગની મુલાકાત લીધી એ બદલ આભાર. સરળ ભાષામા આજે જ લખાયેલી એક કવિતા તમારી સમક્ષ રજુ કરુ. આપની અનુકુળતાએ http://tejshah.wordpress.com/ પર “સરનામુ” વાચવા વિનંતિ.
-તેજસ
May 24, 2009 at 4:40 am |
ભાઈ તેજસ
આભાર. આપને વાંચવાનો શોખ છે તો જરૂર મારા બ્લોગ ઉપરના મારાં વિચારો વાંચી આપના પ્રતિભાવો જણાવશો હું આતુરતા પૂર્વક રાહ જોઈશ.
સ-સ્નેહ
અરવિંદ
April 24, 2009 at 8:48 am |
sir have navu kyare lakho cho
April 21, 2009 at 6:08 pm |
Dear Arvindbhai
This is really creative use of time..
you are thinking and U make others think..
Yes I do agree regarding you thoght for Mandir..
It has bcome business more, compition more…
Lata Hirani
April 14, 2009 at 4:16 am |
Dear Adalajasaheb,
Your blog and your activity are worth appriciation. I salute your spirit to write so much on somany varied subjects.
April 12, 2009 at 2:23 pm |
આપના બ્લોગ પર ઘણી રસપ્રદ માહિતી મળી..જિંદેગીને ..possitiveway લીધી છે જાણી ઘણોજ આનંદ થયો. બસ લખતા રહો..આપના જ્ઞાન-અનુભવની પ્રસાદી પિરસ્તા રહો..
-વિશ્વદીપ્.
April 13, 2009 at 8:38 am |
ભાઈશ્રી વિશ્વદીપ
આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને આપને પસંદ પડ્યો તે જાણી આનંદ અને આભાર્ આપ મારા બ્લોગની આપની અનોકુળતાએ લેતા રહેશો અને આપના પ્રતિભાવો મોકલશો તો મને વધારે આનંદ તો થશે જ પણ સાથો સાથ પ્રોત્સાહન પણ મળશે.
આભાર અને ધન્યવાદ્
સ-સ્નેહ
અરવિંદ
April 11, 2009 at 9:05 am |
Dear Arvindbhai,
I would like to make following suggestions for your kind consideration…..
*that old blogs be removed as soon as it was possible for yourself,because length of blog-page is rapidly-increasing.
*that instead of copying and pasting the same ACKNOLEDGEMENT to bloggers, you find some time and write ACKNOWLEDGEMENT however SHORT to each blog.
Think about that for a moment..!!
rkpatel,
wn,nz.
April 1, 2009 at 6:34 am |
આપના બ્લોગની આજે જ મુલાકાત લીધી. સરસ બ્લોગ છે.
April 11, 2009 at 8:52 am |
હીનાજી
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ મોકલ્યો આભાર. આપ મારાં અન્ય વિષય ઉપરના લેખો પણ આપની અનૂકુળતાએ જરૂર વાંચશો અને આપના પ્રતિભાવો પણ મોકલશો જે મને વધુ વિચારવા અને લખવા પ્રોત્સાહિત કરશે. ફરીને આભાર્
સ-સ્નેહ
અરવિંદ
March 30, 2009 at 7:55 am |
adarniya saheb shri,
aape mara blog ni mulakat lidhi e mate aapno khub abhar. apana jevi paripakvata hu pan mara lekhan ma lavi saku eva ashirvad apo evi j prarthana.
aap sharire vrudhh hoi sako chho, pan apnu lekhan chir yuvan chhe. asha chhe aam ja lakhata rahesho
March 30, 2009 at 9:11 am |
ભાઈશ્રી વિકાસ
આપે પણ મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને મારાં વિચારો ગમ્યા તે જાણી આનંદ થયો. આપ આપની અનૂકુળતાએ અન્ય લેખો વાચી આપના પ્રતિભાવા જણાવશો તો મને વધુ આનંદ થશે. આપને પણ જરુર સફલતા સાંપડશે ! બસ લગે રહો !!!! ફરી મળીશું. આવજો.
સ-સ્નેહ
અરવિંદ
March 29, 2009 at 12:23 pm |
dear mr. arvind
on this age you are doing nice task. let me congratulate to you.
March 30, 2009 at 9:17 am |
ભાઈ શ્રી દર્શન
આપે મારા બ્લોગની મુલાકત લીધી આભાર્ મારા વિચારો વિષે આપના પ્રતિભાવોની અપેક્ષા રાખુ છું જે મને વધારે ઉત્સાહિત કરશે. આપશો ને ?
ફરી ને આભાર.
સ-સ્નેહ
અરવિંદ
March 28, 2009 at 11:03 am |
ખૂબ જ સુન્દર શરુઆત,બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે. નીવૃત્તીમા પ્રવૃત્તી માટે બ્લોગ ઉપર વધુને વધુ લખતા રહો એવી હાર્દીક ઈચ્છા છે.
March 25, 2009 at 2:45 pm |
Dear Arvindbhai…Namaste ! Thanks for the invitatation to your Blog. After reading about you I am really impressed about your “positive attitude” & I see your love for ” friendship ” with others. You do not claim to be a Sahityakar & yet you have the love for Gujarati Bhasha. Well,it is here that we both have the similarity. I just had 5 Standard og Gujarari Shala & I love Gujarat & Gujarati Bhasha. You had visited my Blog & your comments mean a LOT to me. PLEASE do REVISIT when possible. Welcome to GUJARATI WEBJAGAT ! I wish you all the BEST !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
March 26, 2009 at 8:43 am |
ભાઈશ્રી
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને મારાં વિચારો પસંદ પડ્યા તેજાણી આનંદ થયો. આભાર. આપે આપના અત્યંત વ્યસ્ત સમયમાંથી સમય કાઢી આપ પણ ગુજરાતી અને ગુજરાતી સાહિત્ય માટે જે પ્રાયાસો કરો છો તે ખૂબ જ સરાહનીય છે. હું પણ મારી અનૂકુળતાએ આપના બ્લોગની મુલાકાત લેતો રહીશ અને પ્રતિભાવો પણ મોકલતો રહીશ્ આવજો. ફરી મળીશું.
સ-સ્નેહ અરવિંદ
March 24, 2009 at 9:36 pm |
ભાઇ શ્રી અરવિંદભાઇ,
આપે મારા બ્લોગની મુલાકાત લઇ તે પ્રત્યે પાડેલા આવકારમય પ્રતિભાવ માટે આપનો આભાર માનું છું.સાથે સાથે ગુજરાતી બ્લોગ જગતમાં આપે પ્રવેશ કર્યો તે બદલ મારા હાર્દિક અભિનંદન પાઠવું છું, તમારા બ્લોગની આજે મુલાકાત લીધી.તમારો ગણપતિ અંગેનો લેખ
વંચ્યો અને આપણા બેઉના વિચારમાં સામ્યતા અનુભવી. સચું કહું તો ” આવ ભાઇ હરખા આપણે બેઉ સરખા”. તમે લખ્યું કે
“ એવું નથી લાગતું કે આપણો સમાજ કોઇ પણ વિધિ વિધાનની પુરી સમજ કેળવ્યા સિવાય માત્ર બાહ્યયાચારને વધારે મહત્વ આપી પોતાની જાતને ખુબજ ધાર્મિક તરીકે ઓળખાવી સમાજમાં વિશિષ્ટ સ્થાન મેળવવા માટે દંભિ જીવન શૈલી જાણ્યે અજાણ્યે અપનાવી ખોટું ગ્રૌરવ લેતો થઈ રહ્યો છે.”
” .”
તમારી આ વાત સો ટકા સાચી છે. એટલું જ નહીં પણ તે જગતાના બધા જ સમાજને લાગુ પડે છે. વેદિક કાળમાં પણ આજ સ્થિતિ હતી. અને તે દૂષણ ટાળવા માટે જ વેદાંતનો અર્થાત ઉપનિષદો ઉદ્ભવ થયો એમ હું માનું છું. જયાં સુધી કોઇ પણ સમાજ ધાર્મિકતા અને આધ્યાત્મિક વચ્ચેનો તફાવત નહીં સમજે ત્યાં સુધી તેના આ જ હાલ રહેવાના.
ખેેર, આ તો કેવળ મારી માન્યતા છે. સાચું ખોટું તો ભગવાન જાણે.
બસ એજ
March 24, 2009 at 3:03 pm |
આભાર, અરવીંદભાઈ. શાંતીથી તમારો બ્લોગ વાંચીશ અને જણાવીશ. દર રવીવારે મારાં કાર્ટુંન્સ માણવાં હોય તો તમારું ઈ મેઈલ સરનામું મોકલાવશો.
.
મહેન્દ્ર.
mahendraaruna1@gmail.com
http://www.ameamericanamdavadi.com
March 24, 2009 at 5:08 pm |
મહેન્દ્રભાઈ
આપની અનૂકુળતાએ મારો બ્લોગ જરૂર જોશો અને વાંચી આપના પ્રતિભાવો મોકલશો તો મને આનંદ થશે. મારું ઈ-મેલ અડ્રેસ arvind_adalja@yahoo.com
આભાર. આપના કાર્ટુંસ અવશ્ય મોકલશો.
સ-સ્નેહ
અરવિંદ
March 23, 2009 at 3:49 pm |
આદરણીય અરવિંદકાકા,
નમસ્કાર,
તમે આ રીતે તમારું અનુ્ભવ-જ્ઞાન અમને આપશો તો અમે સપ્રેમ સ્વીકારીશું જ !
આપશ્રીને હું બ્લોગર મિત્રો વતી બ્લોગ જગતમાં સપ્રેમ આવકારું છું.
March 24, 2009 at 8:34 am |
ભાઈશ્રી કમલેશ
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને બ્લોગર મિત્રો વતી આવકાર્યો તે બદલ ખૂબખૂબ આભાર્ મેં રજૂ કરેલા વિવિધ વિષયો ઉપરના વિચારો વિષે આપના પ્રતિભાવની ઉત્સુકતા પૂર્વક રાહ જોઈ રહ્યો છુ. આપની અનૂકુળતાએ અવશ્ય મુલાકાત લશો અને મને પ્રતિભાવો પણ જણાવશો જેથી મારાં વિચારોમાં પણ સ્પષ્ટતા આવી શકે.
આવજો અને આભાર ફરી મળતા રહીશું.
સ-સ્નેહ
અરવિંદ્
March 20, 2009 at 12:27 pm |
શ્રી અરવિંદભાઈ
તમારા બ્લોગની પહેલીવાર મુલકાત લીધી, હજુ માત્ર આ પેજ પર પરિચય જ વાંચ્યો છે, ઇન્સ્ટોલમેન્ટના યુગમાં જેમ જેમ સમયનો હપ્તો મળશે તેમ તેમ વાંચતો રહીશ.
60થી વધુ કોમેન્ટ હોવાથી દરેક કોમેન્ટ વાંચવી તો શક્ય નથી એટલે ઉપર ઉપર નજર નાંખી એના પરથી એટલું સ્પષ્ટ થયુ કે તમે (મારી જેમ) ડિટેઇલના આગ્રહી છો. તો આ રહ્યા મારા મુદ્દા…
* તમે જે ઉંમરે જીવન પ્રત્યે આટલો ઉત્સાહ દર્શાવ્યો એ પ્રસંશનિય છે નહિંતર લોકો આ ઉંમરે અને એમાંયે તમે જે સ્થિતિમાં છો એમાં નેગેટીવ વાતો કરતા થઈ જાય અને આખું વાતાવરણ નેગેટીવ કે ઉદાસ કરી મુકે.
* હું જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના ધૂળકોટ નામના નાના ગામડાનો છું બે દાયકાથી ગાંધીધામા-કચ્છમાં છું. 1983માં 6 મહિના અને ત્યારબાદ 1985થી ત્રણેક સાલ જામનગરમાં રહી ચુક્યો છું.
આજે આટલું ..વધુ વધુ મુલાકાતે અને પરિચયે..આવજો.
March 20, 2009 at 5:12 pm |
ભાઈશ્રી રજની
આપે મારાં બ્લોગની મુલાકાત લીધી તેજાણી આનંદ થયો. આપના અનૂકુળ સમયે જરૂર મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવો પણ અવશ્ય જણાવશો જે મને વધારે લખવા પ્રોત્સાહિત કરશે. આવજો અને ફરી ફરીને મળતા રહીશું. હું પણ મારી બેંકની નોકરી દરમિયાન કચ્છ્માં ભૂજમાં 3 વર્ષ હતો. કચ્છ અને ક્ચ્છી લોકો બહુજ પ્રેમાળ અને પરગજુ છે જે હું મારા અનુભવ ઉપરથી કહી શકુ છું. ખેર ! આવજો. ધન્યવાદ !
સ-સ્નેહ
અરવિંદ
March 17, 2009 at 3:31 pm |
DEAR ARVINDBHAI,
IT IS A PLEASURE TO VSIT YOUR BLOG. I CONGRATULATE YOU FOR UPDATING YOUR SELF & MOULDED TOWARDS COMPUTER KNOWLEDGE. HATS OFF TO YOUR ENTHUSIASM. I WILL VISIT YOUR BLOG AGAIN & AGAIN & COME WITH SOME MORE INTERESTING DISCUSSIONS. I DEFINATELY LIKED YOUR EAGERNESS TO KNOW THE DIFFERENCE BETWEEN MILK & OIL.. I TOO WILL THINK ON THE SAME LINE…O.K. JAISHRI KRISHNA..
March 17, 2009 at 4:55 pm |
ભાઈ શ્રી
આપે મારા બ્લોગની મુલકાત લીધી અને આપને ગમ્યો તે જાની મને આનંદ થયો. આપના પ્રતિભાવ બદલ આભાર્ આપ અન્ય વિષય ઉપરના મારા વિચારો વિષે પણ આપના પ્રતિભાવો અનૂકુળતાએ જરૂર લખશો જે મને વધુ વિચારવા અને લખવા માટે પ્રોત્સાહિત કરશે. આપ પણ મહાદેવને દૂધ અને હનુમાનને તેલ અને સીંદૂર વિષે વિચારવાના છો તે જાણી મને ખૂબજ આનંદ થયો. આપ જે કાંઈ વિચારો તે મને જરૂર જણાવશો. ફરી એક વાર આભાર. આવજો. મળતા રહીશું.
અરવિંદ
March 16, 2009 at 3:16 pm |
khubaj saras blog che
March 16, 2009 at 5:19 pm |
ભાઈ કપિલ
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને બ્લોગ ગમ્યો તે જાણી આનંદ અને આભાર્ આપ મારા અન્ય વિષયો ના લેખ વાચી આપના પ્રતિભાવો જરૂરથી મોકલશો તો મને વધારે આનંદ થશે. આપના પ્રતિભાવોની રાહ જોઈશ્ આવજો અને આભાર. ફરી મળીશુ
અરવિંદ
March 14, 2009 at 5:43 pm |
Dear Arvidbhai,
I go through your blog. Good to stay with latest technology.
Ajit Desai
Jamnagar
March 14, 2009 at 6:26 pm |
ભાઈ અજીત
આપે મારા બ્લોગની મુલાકાત લીધી આનંદ થયો. આભાર. મારાં જુદા જુદા વિષયો ઉપરના વિચારો વિષે આપના પ્રતિભાવો પણ મોકલશો તો મને વધુ આનંદ થશે અને વધારે પ્રોત્સાહન મળશે. ફરી ને એક વાર આભાર અને ધન્યવાદ!!
અરવિંદ
March 14, 2009 at 3:13 pm |
khubaj saras kaka
kai k navu janva jevu hoy to mail karjooo…
tamaroo blog saras che……….
March 14, 2009 at 5:23 pm |
ભાઈ સંજય
આપે મારા બ્લોગની મુલાકત લીધી આભાર્ મારા વિવિધ વિષયો ઉપરના
વિચારો વિષે આપના પ્રતિભાવોની અપેક્ષા રાખું છું તો જરૂર લખશો જે મને વધુ પ્રોત્સાહિત કરશે. ફરી મુલાકાત માટે આભાર્ મળત રહેશું અને આપના સુચન મુજબ મેલ પણ કરતો રહીશ્
અરવિંદ્
March 11, 2009 at 7:14 pm |
ખૂબ સરસ બ્લોગ
થોડા લેખો માણ્યા
આનંદ થયો
હાલ જામનગરમા છો જાણી -
નોસ્ટેલજીક યાદ તાજી થઈ
જા મ ન ગ ર
૧૯૫૫ની મે ની ૧૨મી તારીખ
મારી મારા પતિ સાથે પહેલી મુલાકાત થઈ હતી
વધુ જાણવા
અમારી ૫૦મી વૅડીંગ ઍનીવરસરી અહેવાલ
જુઓ ૮મી ડીસેમ્બરની પોસ્ટ
niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક
March 4, 2009 at 9:40 pm |
Arvind,
taro blog saras che. tu computer sikhyo ane randhavanu sikhyo te gamu phir milagee
February 24, 2009 at 10:45 am |
Arvind Kaka,
I am glad from my bottom of heart for visiting my blog. Yes, You are right we have to do hard work together to alive gujarati forever.
Regards,
Deepak Parmar
February 21, 2009 at 10:31 pm |
કચરા વીશે વાંચો -
http://gadyasoor.wordpress.com/2008/06/08/trash/
February 21, 2009 at 8:37 pm |
શ્રી નવીન ભાઈ
આપની વાત એકદમ સાચી છે.આપના જેવા જ અનુભવ મને પણ અવાર-નવાર થાય છે અને થયા છે.
કમભાગ્યે આપણા લોકો માત્ર પોતાની જ અનૂકુળતા અને સગવડ જોતા થયાછે સ્વ-કેન્દ્રિત બની ગયા છે.
વાતો નિસ્વાર્થ અને દયા ભાવના અને પ્રમાણિકતા-સત્યનિષ્ઠા વગેરે સદગુણોની કરનાર પોતાનું આંગણું સાફ કરી બાજુના પાડોશીના આંગણામાં પોતાનો કચરો ઠાલવી રહ્યા છે.અને તેમને આ ખોટુ છે તેમ કહેનારા આપણાં કહેવાતા ધાર્મિક અને સંપ્રદાયોના વડા-સાધુ-સંતો સહિત એક નંબરના દંભી અને પાખંડી હોય છે તે હવે કોઈથી અજાણ્યું કે છૂપું રહ્યું નથી અને તેને કારણે કથાઓ-વ્યાખ્યાનો કે પ્રવચનોમાં આપવામાં આવતો ઉપદેશ માત્ર શાબ્દિક બની રહી ગયો છે.ગંદ્કી અને ઘોઘાટ વિષે જો યોગ્ય દોરવણી આપવામાં આવે તો તેમાં કોઈ ખર્ચ પણ નથી.પણ આપણી કહેવાતી આધ્યાત્મિકતા કે ધાર્મિકતા તદન ખોખલી અને પોકળ બની ચૂકી છે.લોકોમાં આવી સમજ કેળવવાનિષ્ઠાવાન અને ખંતીલા નિસ્વાર્થી એવા સમજ્દાર સમાજ સેવકો કોશિષ કરે તો કદાચ્ અંશત સફળતા મળે તેમ માનુ છું. અને વધારેમાં આપણા પોતાથી આ બાબતની શરૂઆત કરવી રહી.
જે મને નથી પસંદ કે મને નડ્તર રૂપ જણાય છે તે અન્યને પણ આવી જ લાગણી પેદા કરે માટે આવું વર્તન નહિ કરવું જોઈએ તેવો દ્રધ સંકલ્પ દરેકે કરવો રહ્યો.
સરકાર કાયદાઓ કરે પણ અમલ વારી તો લોકોના હાથમાં જ રહે છે અને જે કાયદાઓ છે તેનો પણ કેટલો અનેકેવો અમલ થઈ રહ્યો છે તે આપણે સૌ જાણીએ જ છીએ. માટે સરકાર ઉપર ભરોસો રાખવાનો કોઈ મતલબ મને જણાતો નથી.
આપે મારાં બ્લોગની મુલાકત લીધી અને પ્રતિભાવ પણ મોક્લયો આપનો આભાર્ મારાં અન્ય વિષય ઉપરના આપના પ્રતિભાવની હું ઉત્સુકતા પૂર્વક રાહ જોઈશ્.
આભાર- આવજો.
સ-સ્નેહ
અરવિંદ્
February 21, 2009 at 4:37 am |
There are people – literate and illiterate who have developed their minds and attitude in such a way that for every advice, they react and believe not to take action against whatever advice is given -surely good advice.
After my hardwork I get sleep but my neghbour starts TV by 5.30 a.m. with big volume and sometimes play upto 1 at night – Inspite of my request he turns deaf ears – Now govt should pass an act that TV channels telecast should be stopped after 10.30 p.m. as is being done for Navratri – I consider the above situation as curse of my earlier birth – god save
February 21, 2009 at 9:29 am |
શ્રી નવીન ભાઈ
આપની વાત એકદમ સાચી છે.આપના જેવા જ અનુભવ મને પણ અવાર-નવાર થાય છે અને થયા છે.કમભાગ્યે આપણા લોકો માત્ર પોતાની જ અનૂકુળતા અને સગવડ જોતા થયાછે સ્વ-કેન્દ્રિત બની ગયા છે.વાતો નિસ્વાર્થ અને દયા ભાવના અને પ્રમાણિકતા-સત્યનિષ્ઠા વગેરે સદગુણોની કરનાર પોતાનું આંગણું સાફ કરી બાજુના પાડોશીના આંગણામાં પોતાનો કચરો ઠાલવી રહ્યા છે.અને તેમને આ ખોટુ છે તેમ કહેનારા આપણાં કહેવાતા ધાર્મિક અને સંપ્રદાયોના વડા-સાધુ-સંતો સહિત એક નંબરના દંભી અને પાખંડી હોય છે તે હવે કોઈથી અજાણ્યું કે છૂપું રહ્યું નથી અને તેને કારણે કથાઓ-વ્યાખ્યાનો કે પ્રવચનોમાં આપવામાં આવતો ઉપદેશ માત્ર શાબ્દિક બની રહી ગયો છે.ગંદ્કી અને ઘોઘાટ વિષે જો યોગ્ય દોરવણી આપવામાં આવે તો તેમાં કોઈ ખર્ચ પણ નથી. પણ આપણી કહેવાતી આધ્યાત્મિકતા કે ધાર્મિકતા તદન ખોખલી અને પોકળ બની ચૂકી છે.લોકોમાં આવી સમજ કેળવવા નિષ્ઠાવાન અને ખંતીલા નિસ્વાર્થી એવા સમજ્દાર સમાજ સેવકો કોશિષ કરે તો કદાચ્ અંશત સફળતા મળે તેમ માનુ છું. અને વધારેમાં આપણા પોતાથી આ બાબતની શરૂઆત કરવી રહી. જે મને નથી પસંદ કે મને નડ્તર રૂપ જણાય છે તે અન્યને પણ આવી જ લાગણી પેદા કરે માટે આવું વર્તન નહિ કરવું જોઈએ તેવો દ્રધ સંકલ્પ દરેકે કરવો રહ્યો. સરકાર કાયદાઓ કરે પણ અમલ વારી તો લોકોના હાથમાં જ રહે છે અને જે કાયદાઓ છે તેનો પણ કેટલો અને કેવો અમલ થઈ રહ્યો છે તે આપણે સૌ જાણીએ જ છીએ. માટે સરકાર ઉપર ભરોસો રાખવાનો કોઈ મતલબ મને જણાતો નથી. આપે મારાં બ્લોગની મુલાકત લીધી અને પ્રતિભાવ પણ મોક્લયો આપનો આભાર્ મારાં અન્ય વિષય ઉપરના આપના પ્રતિભાવની હું ઉત્સુકતા પૂર્વક રાહ જોઈશ્.
આભાર- આવજો.
સ-સ્નેહ
અરવિંદ્
આપને ઈ-મેલથી જવાબ મોકલેલો આપનું મેલ એડ્રેસ નહિ મળતા યાહુ એ પરત મોક્લેલ છે તો આપનું મેલ અડ્રેસ બરાબર ચકાસી લેવા વિનંતિ.
February 20, 2009 at 11:00 am |
શ્રી અરવિંદભાઈ
આટલો જલદી જવાબ આપવા માટે આભાર.
I have found out the system. To write in gujarati in readgujarati.com , to cut and paste
in your blog. Just as done above.
February 20, 2009 at 5:18 pm |
વડિલ શ્રી બાલકૃષ્ણભાઈ
ચાલો હવે આપ આપના પ્રતિભાવો મને ગુજરાતીમાં લખશો તે જાણી ખુશી થઈ. હું આપના પ્રતિભાવોની ઉત્સુકતા પૂર્વક રાહ જોઈશ્
આવજો.
સ-સ્નેહ
અરવિંદ
February 20, 2009 at 4:55 am |
Dear Arvindbhai
Please favour me with email addresses of one or two members who have expressed theit pratibhav in gujarati in your blog.
with thanks,
Balkrishna Shah
February 20, 2009 at 9:55 am |
આપને 2 ઈ-મેલ એડ્રેસ મોકલ્યા છે.
અરવિંદ
February 19, 2009 at 2:29 pm |
sar, aabhr, hu tamne phon karish ok
February 18, 2009 at 12:03 pm |
sar mare aapni sathe vat karvi che maro mobil no 9979133977
February 15, 2009 at 7:39 am |
Respected Arvindkaka,
Today I have visited your blog. Though it was bird view but I have to salute for your sharing of knowledge through this blog on the various subjects and that even at this Age when generally the retired persons spend their time in Gossip Type of talking (either in family or else where). Thus its really a good social service I wish that i can also learn from your thoughts as well as your enthusiasm towards the life regarding subjects I will again visit the blog for the same. Wish for your good health for ever.
With regards, Bharat Oza
February 15, 2009 at 9:05 am |
ભાઈ ભરત
તમારા અત્યંત કામના બોજા હેઠ્ળમાંથી મારા બ્લોગની મુલાકાત લેવાનો સમય કાઢ્યો તે જાણી મને ખૂબ જ આનંદ સાથે ખુશી પણ થઈ. હું તો એવી અપેક્ષા રાખું છું કે તમારા જેવા નવયુવાનો લેટેસ્ટ ટેકનોલોજીનો પોતાના ધંધા/ઉધ્યોગ માટે તો કરેજ પરંતુ સાથોસાથ નવા વિચારો ફેલાવવામાં પણ આનો ભરપુર ઉપયોગ કરવા થોડો સમય ફાળવતા રહે. આપણું સ્વત્વ અને સ્વમાન જાગૃત કરવાનું મક્કમતાથી એક અભિયાન શરૂ કરવાની તાતી જરૂરિયાત મને જણાય છે. ખાસ કરીને આપણા સહિત ગુજરાતીઓમાં આજની તારીખે પણ લઘુતા ગ્રંથી અને ગુલામી માનસિકતા નરી આંખે જોઈ શકાય છે. આ માટે યુવાન પેઢીએ મશાલચી બની નેતૃત્વ પૂરુ પાડ્વું જ રહ્યું. અને જે માટે જો વૃધ્ધ અને ઉંમરે પહોંચેલા જગ્યા ના કરી આપે તો તેમનું સ્વમાન જળવાય તે રીતે ખસેડવા રહ્યા. હું ધારું છું કે હું જે કહેવા માગું છું તે તમે સમજો છો.
મારા અન્ય વિષય ઉપરના વિચારો પણ જ્યારે સમય મળે ત્યારે વાંચી તમારા પ્રતિભાવો જાણવાની મને ખૂબજ ઉત્કંઠા રહેશે.
આભાર ભાઈ ભરત્ આવજો.
સ-સ્નેહ
અરવિદ્કાકા
February 13, 2009 at 6:26 pm |
આજે પહેલી વાર તમારો બ્લૉગ નજરે ચઢ્યો. બ્લૉગ મજાનો છે. નવું નવું લખતાં રહેજો. ઉપરછલ્લી મુલાકાત લીધી છે- સમય મળ્યે નીરાંતે લેખો વાંચી ઈમેલ કરીશ.
February 14, 2009 at 10:56 am |
ભાઈશ્રી પંચમ શુક્લ
આપે મારા બ્લોગની મુલાકાત લીધી આભાર. આપની અનુકૂળતાએ ફરી મુલાકત લઈ મેં લખેલ તમામ વિષયો ઉપરના આપના પ્રતિભાવોની હું આતુરતા પુર્વક રાહ જોઈશ. જરૂરથી પરતિભાવો મોકલતા રહેશો જે મને પ્રોત્સાહિત કરશે.
સ-સ્નેહ
અરવિંદ
- Arvind Adalja
February 10, 2009 at 10:43 am |
Dear Arvindhbai
Visited your blog. I am 77 and have learnt
computer for fun. I know gujarati font. Will you please explain how to write in gujarati on
your blog. Readgujarati has given a chart. Any
source on your blog. I would like to write in
gujarati.
February 11, 2009 at 8:47 am |
વદિલ શ્રી બાલક્રિષ્નભાઈ
આપ 77 ની ઉમરે કોમ્પ્યુટર શીખ્યા તે જાણી મને ખૂબ જ આનંદ થયો. ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપને અને આપને જેમણે શીખવવા પ્રોત્સાહિત કર્યા હોય તેમને પણ્ આપને ગુજરાતીમાં લખ્વું છે તે જાણી મને આનંદ થયો છે. આ માટે આપને ટૂક સમયમાં અલગથી મેલ દ્વારા જણાવીશ્
આભાર અને મારાં અન્ય વિષયો ઉપરના આપના પ્રતિભાવો ને આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છું.
સ-સ્નેહ
અરવિંદ
February 9, 2009 at 12:23 am |
આપના બ્લોગની લીંક ગુજરાતી નેટ જગતમાં સમાવી દીધી છે…
આભાર – રાજીવ
February 5, 2009 at 3:07 pm |
પહેલી જ વાર તમારો બ્લોગ જોયો
સ્વાગત.
we are home away from home.
Real home is back to God head.
Even now! Your wife is in your heart and mind.
We wish you stay connected with all of us away from home via Internet.
Let us wish that You have good support of your childrens,grandchildren and friends and continue.
http://www.bpaindia.org
http://www.yogaeast.net
February 6, 2009 at 10:00 am |
ભાઈ રાજેન્દ્ર
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને મારો પ્રયાસ ગમ્યો તે જાણી ખૂબ જ આનંદ થયો આપની વાત સાચી છે મારી પત્નિ આજે પણ મારા દિલની ધડકન સાથે ધડ્કી રહી છે. આપની જાણ માટે સહજ ઉલ્લેખ કરું છું ગઈ કાલે જ તેણીની 9 મી પૂણ્ય તીથી હતી અને તે જ દિવસે આપ તરફથી શુભેચ્છાઓ મળી.મારાં તમામ બાળકો પણ મને ખૂબજ સહકાર આપે છે જે ઈશ્વરની કૃપા અને આશીર્વાદ જ ગણું છું . આપની શુભેચ્છાઓ માટ્ટે ખૂબ ખૂબ આભાર્ મળતા રહીશું અવારનવાર આ જ રીતે. ખરું ને ?
આપ સૌ મિત્રોનો સહકાર્-પ્રોત્સાહન અને હુંફ અને લાગણી મળતા રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.
સ-સ્નેહ
અરવિંદ
February 5, 2009 at 2:09 pm |
આદરણીય અરવિંદકાકા,
આપ મારા બ્લોગ પર પધાર્યા અને આપના અભિપ્રાય આપ્યા તે બદલ આભાર…
આપના બ્લોગની મુલાકાત લીધી. સુંદર બ્લોગ!!! બીના
February 3, 2009 at 8:26 pm |
ઉંઝા જોડણી વીશે વધુ વાંચો -
http://unzajodni.googlepages.com/
February 3, 2009 at 9:24 am |
બ્લોગ વિશ્વમાં આપનું સ્વાગત અને શુભેચ્છાઓ…
સુન્દર શરૂઆત..ખૂબ લખતા રહો…
બધું વાંચવાનો સમય તો હજુ મળ્યો નથી. નિરાંતે વાંચીને જરૂર લખીશ.
nilam doshi
http://paramujas.wordpress.com
January 28, 2009 at 8:22 am |
Nice. At the time of retirement life You have started to learn and used the computer, and kitchen work, really a good thing to habitual with work.
Thank u whenever you write new thing please inform me, please.
January 28, 2009 at 9:12 am |
આભાર ભાઈ મેહુલ્ આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને અવાર નવાર લેતા પણ રહેશો અને પ્રતિભાવો દ્વારા મને પ્રોત્સાહિત કરતારહેશો.
January 27, 2009 at 5:33 pm |
આદરણીય અરવિંદભાઈ,
આપના બ્લોગની મુલાકાત લીધી આપ વધુને વધુ લખો અને અમારા જેવાને માર્ગદર્શન આપતા રહેજો.
January 27, 2009 at 5:55 pm |
આભાર્ માર્ગ દર્શન તો આપે આપવાનું રહેશે કારણ હું તો આ બ્લોગની દુનિયાનો એકડૉ ઘૂટી રહ્યો છું. આપ તો લાંબા સમય થયા લખી રહ્યા છો અને બ્લોગ ઉપર સુંદર સેવા ગુજરાતી ભાષાની કરી રહ્યા છો.
January 28, 2009 at 9:22 am |
આભાર. મારા બ્લોગની મુલાકાત લેવા માટે. માર્ગદર્શનતો આપે આપવાનું રહેશે. કારણ હું તો બ્લોગ જગતમાં એક્ડો ઘુંટી રહ્યો છુ જયારે આપ તો લાંબા સમય થયા આ પ્રવૃતિ કરી ગુજરાતી ભાષાની સેવા કરી રહ્યા છો. અવાર નવાર મારાં બ્લોગની મુલાકાત લઈ આપના પ્રતિભાવો જરૂર જણાવશો જે મને વધુ લખવા પ્રોત્સાહિત કરશે. આભાર્
સ-સ્નેહ
અરવિંદ
January 27, 2009 at 1:01 pm |
પહેલી જ વાર તમારો બ્લોગ જોયો
સ્વાગત
January 27, 2009 at 5:50 pm |
આભાર સુરેશ ભાઈ આપે સમય કાઢી મારા બ્લોગની મુલાકાત લીધી.આ માટે આપના સૂચનો અને સલાહ આવકાર્ય બની રહેશે. મારા વિવિધ વિષયો ઉપર આપના પ્રતિભાવની પણ હું ઉત્કંઠા પૂર્વક રાહ જોઈ રહ્યો છું. અનૂકુળતાએ જરૂર જણાવશો.
January 22, 2009 at 6:41 am |
hu jamanagar aavish tyare achuk malis. hu aapeno labh vidyarthione pan aapeva mangu chhu jethi temanama sanskarik ghadatar pan thay.aape mara mail no javab aapyo te vanchi ne hu ckhush thayo chhu.aapena mobail ke lendlain no. janavejo aapeno contec rahese to thoda samay ma vadhu kam kjari sakichhu. aabhar.
January 11, 2009 at 10:59 am |
hi arvind bhai
khubj saras blog che tamaro
tamaro contect number malshe??/
January 10, 2009 at 2:36 am |
nmavja
January 10, 2009 at 9:00 am |
I could not get u actually what u want to convey.I wrote email on yr email ID but it returns stating there is no id available on yahoo.So please convey again your comment to enable to understand it correctly.
January 9, 2009 at 3:55 pm |
bhai aapno prem ne lagni badal aabhar hu distik ko benkma as.menejat hato ne ahi mari dikarina pati gujari jata temna be balkone sachavava aavelo chu tmara badhaj lekho vachi gyo chu tmone mara raday puravakna abhi nndan pathavu chu tmara vicharo ej mara vicharo che manse shanti pamvi hotyo madiro nahi ape pan shanti to antarmathi j male ch tetyag ne anasktithij male che tevu hu manuchu ne anubhavu chu dhadpanma aajkarva jevu che anasktbhave jivo toj shanti male che mara abhinndan pathavu chu aavjo
January 7, 2009 at 1:35 am |
આજે તો માત્ર મુલાકાત જ લેવાઇ .વાચન થોડા સમય બાદ જરૂર કરીશ.
January 9, 2009 at 9:40 am |
આપે બ્લોગની મુલાકાત લીધી.આભાર. બધાજ વિષયો ઉપર વાચન કરી આપના પ્રતિભાવો અવશ્ય જણાવશો.હું રાહ જોઈશ્.
December 18, 2008 at 9:47 am |
heloo
sear.
jamanagar nu nam sabhali ne maru ek vers me jamnagar ma kadhyu teni yad taji thai. jo jamanagar ma hu hot ne me tamara bloog ni mulakat lidhi hot to jarur aapene rubaru malet.
keer hu jyare gujarat na jamanagar ma mari vehali kolleg panchavati(V.M.Maheta coolege) aavish tyare aapene jarur malis.aapeno bloog mane khub gamyo.jya joothi sahityik sadhana nathi tya critisisam ne aavecas nathi pan aapena bloog no gujarati tarice aavekar jarur chhe.
aabhar.
from:- hareshgujarati@gmail.com
December 18, 2008 at 10:37 am |
આપે મારો બ્લોગની મુલાકાત લીધી અને ગમ્યો તે જાણી ખુશી થઈ. આભારા. આપ જામનગરમાં એક વર્ષ સુધી હતા તે જાણી વધુ આનંદ થયો.હાલમાં ક્યાં છો અને જામનગર આવો ત્યારે જરૂર મળવાનું રાખશો અને અવાર નવાર મારાં બ્લોગ્ની મુલાકાત લઈ બધા જ વિષય ઉપર આપના પ્રતિભાવ લખ્શો તો મને ખૂબજ પ્રોત્સાહન મળશે. ફરી એક વાર આભાર્
આપનો
અરવિંદ
December 16, 2008 at 12:56 pm |
Hello Arvind fua,
Your articles are really though provoking and very well-written. Finally I have come across somebody in my family circle who likes blogging (shall email you my blog site). Shall surely read your articles time to time..Do keep writing.
December 11, 2008 at 11:06 am |
KHUBAJ SARAS TAMARA 2 Blog ME VACHYA KHUBA J SARAS VICHARO CHE AAPNA AAVA VADHU BLOG AAJ NA YUVANO NE GAME TEVA VISHAY NA AAPO TEVE VINANTI CHE JEMKE AAP 1 BENK MENEGAR HATA TO AAJ NA NAVA MNC BENKING,CREDIT CARD PAN JANTA NE LUTE CHE YUVANO NE JOB MA PAN TENA VISHE KASHUK GYAN AAPO.
THANKS.
November 29, 2008 at 7:26 am |
સરસ બ્લોગ. લખતાં રહેજો!
October 28, 2008 at 6:25 pm |
પ્રિય ભાઈ રાજીવ ,
આપે મારા બ્લોગની મુલાકાત લીધી આપની શુભેચ્છા માટે આભાર. આપે કોઈ વિષય ઉપરના મારાં વિચારો વાંચ્યા કે કેમ તે સ્પ્ષ્ટા કરી નથી તો આપના વિચારો જણાવશો તો મને આનંદ થશે.
અરવિંદ
October 28, 2008 at 12:48 am |
આદરણીય અરવિંદકાકા,
આપના બ્લોગની મુલાકાત લીધી અને ખુબ આનંદ થયો… આપ મારા બ્લોગ પર પધાર્યા અને આપના અભિપ્રાય આપ્યા તે બદલ આભાર…
આપની આ બ્લોગ સફર ખુબ જ સફળ અને આનંદદાયક નિવડે તેવી શુભકામનાઓ સાથે…
રાજીવ